'આસો ના અજવાળી યા ને
નોરતાં ની રાત ઢોલ વાગે છે '
આસો માસ એટલે વરસાદ જવાની અને ઠંડી શરુ થવાની ઋતું. ધરતી વરસાદ થી સંતુષ્ટ હોય, ચારેકોર લીલીછમ હરિયાળી લેહરતી હોય, વાતાવરણ માં ઠંડક હોય(ઠંડી નહિ ઠંડક) અને અજવાળી રાત હોય; નવરાત્રી પણ કેવા અદભૂત સમયે આવે છે! ખુલું મેદાન હોય કે ગલી નો ચોક, ઢોલ વાગતો હોય કે DJ, પરંતુ રાસ રમતા ખેલૈયાઓ ના દિલ માં જોશ તો એકસરખો જ હોય છે.નવરાત્રી એ 'પ્રેમ' નો સમય પણ છે, ઘણા બધા એવા હશે કે જે ' કદાચ કોઈ સેટિંગ થય જાય ' માટે નવરાત્રી ની રાહ જોતા હશે, ઘણા તો ' પેલી ' ને ઇમ્પ્રેસ કરવા માટે જ દાંડિયા ક્લાસિસ માં ગયા હશે, ઘણા નું પેચ અપ થશે તો ઘણા નું બ્રેક અપ ( congratulation and sorry) ઘણા મિંગલ થય જશે તો ઘણા ને ' પેલી ' 10 દિવસ પછી ફ્રેન્ડ્ઝોન કરી નાખશે. ટાકા ભીડવા માં ધ્યાન રાખજો દોસ્તો, ક્યાંક તમારો ટકો ના થય જાય.
પણ યાર નવરાત્રી એટલે નવરાત્રી, એની મજા કંઇક અલગ જ છે. તૈયાર થવાય કે ના થવાય પણ રાસ તો રમાય જ, રાસ રમાય કે ના રમાય પણ લાઇનો તો મરાય જ, સેટિંગ થાય કે ના થાય પણ નજરો તો શેકાય જ. દેવીની આરાધના કરતા કરતા કોઈ 'દેવી ' ના પ્રેમ માં પડી જવાની મજા જ કંઇક અલગ છે. દરરોજ એના આવવાના સમય પહેલા પહોંચીને એની વાટ જોવી, દરરોજ નવા વાઘા માં દર્શન કરવા (costume yaar), આરતી દેવા ના બહાને એની પાસે જવું અને કોઈ ના જોવે એમ એક નાનકડી સ્માઈલ આપવી (આવું પાર્ટી પ્લોટ માં ના થાય વ્હાલા), થાકી જવાય એટલા રાસ રમી ને આઈસ્ક્રીમ ખાવા જવું(ભૂખ તો લાગે ને યાર), દોસ્તો ની સાથે ગપ્પાં મારવા, મોડી રાત સુધી ઘર ની બહાર ભટકવું(નવરાત્રી માં તો ઘરવાળા પણ. ના ન પાડે) અને સવારે મોડા સુધી સૂવું(ગુજરાત સરકાર ને રજા આપવાની જરૂર નથી, લોકો જાતે જ રાખી લેશે, ખી ખી ખી). નવરાત્રી ઇસ લાઈક, ગરબા - ઇટ (eat) - સ્લીપ - રેપીટ.
નવરાત્રી આવતા જ વરસાદ દરમ્યાન સૂતેલી માર્કેટ માં ઉછાળો આવે છે. બજારો માં એક થી એક ચઢિયાતી ચીજો આવે છે,જો પહેલા બુકિંગ ના કરાવેલું હોય તો ભાડે થી ડ્રેસ લેવા માટે પણ નંબર પ્રમાણે વારો આવે છે. જૂની ચીજો ને નવા ઓપ આપી માર્કેટ માં લાવવામાં આવે છે અને એ ફેશન બની જાય છે. ખાલી કપડાં, આભૂષણો, મોજડીઓ જ નહી નવા ગરબા પણ માર્કેટ માં આવેલા છે. કેટલાક સંગીકારોએ જૂના ગરબા ને નવા ઓપ આપી ફરી થી માર્કેટ માં લાવેલા છે તો કેટલાકે પોતાના નવા બનાવ્યા છે. અહીંયા કેટલાક સોંગ છે જેને સાંભળી ને તમને પણ લાગશે કે ગરબા ને પણ નવા કપડાં ૫હેરાવાય છે અને સારા પણ લાગે છે.
https://www.youtube.com/watch?v=tTfF5klskmo
https://www.youtube.com/watch?v=dvkZmsqrSRw
https://www.youtube.com/watch?v=i0_m90T04uw
https://www.youtube.com/watch?v=asYxxtiWUyw
https://www.youtube.com/watch?v=v1T2bWZepxQ
https://www.youtube.com/watch?v=PeCMmQHHDJA
https://www.youtube.com/watch?v=jCWeRkTR5Ps
https://www.youtube.com/watch?v=u_vcbOBJvGU
https://www.youtube.com/watch?v=y5DzplC03Nc
આમના કેટલાક તમે પહેલા પણ સાંભળેલા હશે ને ઘણા એકદમ નવા હશે, જો તમારી શેરી માં પણ ટેપ પર કે ડીજે પર ગરબા રમાતાં હોય તો આ નવા ગીતો ટ્રાય કરવાનું ભૂલતા નહિ, સ્ટેપ તો તમને આવડતા જ હશે. અને હા જો પાર્ટી પ્લોટ માં રાસ રમવા જતા હોય તો હેલમેટ લેવાનું ના ભૂલતા બાકી પોલીસવાળા થોડું વધારે મોડું કરી દેશે, ને જો ગાડી પર બેસીને સીન મારવા હોય તો ગાડી ની સ્પીડ એની પાસે ધીમી કરજો(ત્યારે જ તો એ તમને નોટિસ કરશે). પણ વાત પ્રેમ ની હોય કે ટ્રાફિક ની માટે તો એટલું જ કેહવુ છે કે 'दुर्घटना से देरी भली'
Have A happy, Lovable, Gorgeous and safe Navratri



1 comment:
👏👏
Post a Comment